Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અફઘાનિસ્તાનમાં 24 કલાકમાં 60થી વધુ આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાબળોના અભિયાનમાં 60થી વધુ સરકારી વિરોધી આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે પ્રાંતીય સરકાર દ્વારા મળેલ માહિતી મુજબ  અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત ગજનીના જિલ્લામાં સશસ્ત્ર આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવીને 7 વિદ્રોહીઓને ઘટનાસ્થળ પર જ મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા તેમજ અન્ય 3ને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:35 pm IST)
  • નરેન્દ્રભાઇ મમતાના ગઢમાંથી બીજી બેઠક ઉપરથી ચૂંટણી લડશે ? ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના: અમિતભાઇ કોલકત્તામાં મહત્વની જાહેરાત કરે તેવી ભારે ચર્ચાઃ ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશેઃ પશ્ચિમ બંગાળમાં ભારે ચર્ચા છે કે, નરેન્દ્રભાઇ મોદી વારાણસી ઉપરાંત બીજી બેઠક પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હોમગ્રાઉન્ડ ઉપરથી લડશે access_time 12:33 pm IST

  • ક્રુડના ભાવ વધારાની અસરઃ સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ ડાઉન : ક્રુડના ભાવ વધારાએ શેર બજારની તેજીને બ્રેક લગાવી ર.૧પ કલાકે સેન્સેકસ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૮૮૩૦ અને નીફટી ૧૦૮ પોઇન્ટ ઘટીને ૧૧૬૪૪ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.પર ઉપર ટ્રેડ કરે છે. access_time 3:53 pm IST

  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST