Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

નેઇલ પોલીશની ૧૧,૦૨૭ બોટલો એકઠી કરી છે આ બહેને

બર્લિન તા ૨૨:  સ્ત્રીઓને સાજસણગારની જેટલી વસ્તુઓ વસાવી હોય એટલી ઓછી જ પડતી હોય છે. જોકે જર્નનીમાં રહેતા ૩૯ વર્ષના કેરોલિન ગોરા નામના બહેને  નેેઇલ પેન્ટની બાબતમાં હદ જ વટાવી દીધી છે. હેમબર્ગ શહેરમાં રહેતા કેરોલિનના ઘરમાં ૧૧,૦૨૭   બોટલો નેઇલ-પેઇન્ટની છે. આ બોટલ્સ તેમણે ૫૪ અલગ-અલગ દેશોમાંથી મેળવી છે. ૧૫ વર્ષની ઉંમરે પહેલી વાર તેમણે નેઇલ-પોલિશની બોટલ ખરીદી હતી અને એ  પછી તેમને  નેઇલ-પોલિશ ખરીદવાનું અને સંઘરવાનું ગમવા લાગ્યું, તેણે પોતાની પહેલ વહેલી નેઇલ પોલિશની બોટલ પણ સાચવી રાખી છે. ધીમે ધીમે કરતાં તેનું નેઇલ પોલીશનું  કલેકશન વિસ્તરવા લાગ્યું અને સંખ્યા પાંચ આંકડા સુધી પહોંચી ગઇ. આ બોટલોની જાળવણી તેણે અદ્ભુત રીતે કરી છે. ઘરમાં એક   રૂમની ત્રણ દીવાલો પર તેણે અભરાઇઓ બનાવી છે. જયાં બધી જ બોટલો  હારબંધ રીતે ગોઠવી છે. થોડા સમય પહેલા જર્મન રેકોર્ડ ઇન્સ્ટિટયૂટે આ બહેનને સોૈથી વધુ  નેઇલ પોલીશ કલેકશનના રેકોર્ડનું સર્ટિફિકેટ આપ્યું છે. કેરોલિનની ઇચ્છા હવે નેઇલ પોલિશ વન્ડરલેન્ડ નામનું મ્યઝિયમ શરૂ કરવાની છે

(3:33 pm IST)