Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

દ્રષ્ટિહીન નાવિકે પેસિફીક સમુદ્રમાં નોન-સ્ટોપ ૧૪૦૦૦ કિલોમીટરની સફર કરીને બનાવ્યો રેકોર્ડ

ન્યુયોર્ક તા ૨૨ : મિતસુહીરોઇવામોટો નામના જંપનીઝ નાવિકે દષ્ટિ ન હોવાં છતાં તેના દરિયોખેડવાના તેના પેશનને અલગ જ ઊંચાઇ પર લઇ જવામાં સફળતા મેળવી છે. મિન્સુહીરોએ કેલિફોર્નિયાથી શરૂ કરીને ફુફુશીમા સુધીની પેસેફિક મહાસાગરની સાગરયાત્રા લગમગ બે મહિનામાં પુરી કરી હતી. આ બન્ને વચ્ચે ૮૭૦૦ માઇલ એટલે કે લગભગ ૧૪૦૦૦ કિલોમીટરનું અંતર હતું. ૨૪ ફેબ્રુઆરીએ કોલિફોર્નિયામાં તેણે એમરીકન સહનાવીક ડગ સ્મીથ સાથે આ સાગરાયાત્રાની શરૂઆત કરી હતી.સ્મિથ તેને માત્ર મોૈખીક રૂપે હવાની દિશા સાથે જોડાયેલી જાણકારી જ આપતા હતા.એ સિવાય બોટનું સમગ્ર સંચાલન મિન્સુહીરોએ જ કર્યુ હતું. તેમનો આ બીજો પ્રયાસ હતો, જે સફળ થયો. આ પહેલાં તેમણે ૬ વર્ષ પહેલા આ જ સાહસ કરવાની કોશિશ કરી હતી, પણ તેમની બોટ વ્હેલ સાથે ટકરાતા ડુબી ગઇ હતી અને તેમણે અધવચ્ચે જ મિશન અધુરૂ મુકી દેવું પડયું હતું મિન્સુહીરો જયારે ૧૬ વર્ષનો હતો ત્યારે તેમની બન્ને આંખનું વિઝન જતું રહ્યું હતું. એ પછી તેમણે જીવનમાં કદી કોઇ મુશ્કેલીથી નહીં હારવાનું ઠાની લીધુ હતું. તેમણે પોતાના એ સપનાઓ પુરા કરવાનું બીડુ ઝડપ્યું છે. જે તેમણે ખુલ્લી આંખે જોયા હતા.

(3:32 pm IST)