Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

દેશમાં ઊંટણીના દૂધના વેચાણમાં તોતિંગ વધારો :આવકમાં ત્રણ ગણો વધારો

દેશભરમાં વધતી જતી માંગને કારણે ઊંટણીના દૂધના વેચાણમાં તોતિંગ વધારો થયો છે વર્ષ 2013-14થી કાચા અને જીવાણુરહિત ઊંટનું દૂધનું વેચાણ અનુક્રમે 79 ટકા અને 111 ટકા વધ્યું છે. ઊંટનું દૂધ ઘણા રોગોના ઉપચારમાં કામ કરે છે.

બિકાનેર સ્થિત નેશનલ કેમલ સંશોધન કેન્દ્ર (NRCC )ના આંકડા મુજબ કાચા દૂધનું વેચાણ વર્ષ 2013-14માં  5,088 લિટરથી 79,23 ટકા વધીને 2017-18 માં 9,124 લીટર થયું છે જયારે , જીવાણુરહિત દૂધ વેચાણ 2013-14માં 1,145 લિટર થી વધીને 2017-18 માં 2.145 લિટર થયું છે જેમાં 111.44 ટકા વધારો થયો હતો.

વર્ષ 2017-18માં ઊંટના દૂધના વેચાણથી આવક 11.98 લાખ હતી, જે 2013-14માં 3.37 લાખ હતી તૅમ એનઆરસીસી ડિરેક્ટર વી પાટીલે કહ્યું હતું.

(1:08 am IST)