Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

આ દેશમાં તરબુચની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: તરબૂચ અને ટેટીની સિઝન આવી ગઇ છે. ગ્રાહકો બજારમાં સસ્તા અને સારા ફળ પસંદ કરી રહયા છે. જાપાનમાં સકકર ટેટી જેવું દેખાતું એક ફળ થાય છે પરંતુ તેની કિંમત સાંભળીને હોંશ ઉડી જશે. જાપાનમાં પેદા થતા વિશિષ્ટફળની નિકાસ થાય છે પરંતુ તેને આરોગવું બધાના નસીબમાં હોતું નથી. આ જાપાનીઝ ફળનું નામ યૂબેરી મેલન છે. આ એક ખાસ પ્રકારનું તરબૂચ છે જેના ઉત્પાદન માટે જાપાનના ખેડૂતો જાણીતા છે. યુબેરી મેલનનો અંદરના ભાગ કેસરી જેવો હોય છે. અને ફળની ઉપરનો ભાગ ઘાટો લીલો હોય છે. તેના ઉપર સફેદ રંગની ઝીણી લિટીઓ હોય છે. યૂબેરી મેલન કાપવામાં આવે ેતેની વિશિષ્ટ ખૂશ્બુ મન મોહી લે તેવી હોય છે. યૂબેરી મેલન ફળની ખાસિયત છે કે તેના ખાસ વાતાવરણમાં જ ઉગાડી શકાય છે. હવામાન માટે ખૂબજ સંવેદનશીલ હોવાથી તેને નિયંત્રિત વાતાવરણમાં જ ઉગાડી શકાય છે. યૂબેરી મેલનને ખેડૂતો ગ્રીન હાઉસમાં જ ઉગાડે છે. ફળને પાકીને તૈયાર થવામાં ૧૦૦ દિવસ જેટલો સમય લાગે છે.આ ફળ શાકભાજી કે ફળોની દુકાને મળતું નથી તેનું કારણ તેની કિંમત છે. ભારતીય રુપિયામાં ૧૦ લાખ રુપિયાનું એક ફળ મળે છે.આ ફળ જાપાનના યૂબેરી ભાગમાં થતું હોવાથી જાપાન યૂબેરી કહેવામાં આવે છે.

 

(7:12 pm IST)