Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ડાયાબીટીસ કંટ્રોલ માટે જીવનશૈલીમાં લાવો આ પાંચ ફેરફાર

ડાયાબીટીસ થયા પછી નોર્મલ જીવન જીવવું પડકારદાયક બની જાય છે. પણ તમારી ખોટી ટેવો કાઢવા અને કેટલીક આરોગ્યપ્રદ ટેવો ઉભી કરવાનો ઇશારો કરે છે. ડાયાબીટીસના પેશન્ટે શું કરવું જરૂરી છે તે જાણવું જરૂરી છે. ડોકટરોએ તમારા માટે ભલામણ કરેલ ડાયેટ પ્લાન અને કસરતો પર અમલ કરવો જ જોઇએ. ભલે તે રાતોરાત ન થઇ શકે પણ તેને શરૂ તો કરવો જ જોઇએ. કોઇ મોટા પ્રયત્ન કર્યા વગર હાઇબ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટેના પ સરળ પગલાઓ અહીં આપ્યા છે.

(૧) રેસાયુકત આહાર શરૂ કરોઃ સંતરા, કેળા, પેરૂ, જામફળ, બ્રોકોલી, ભાજી વગેરે ચીજો રેસાથી ભરપૂર હોય છે. આમાંથી મોટાભાગની વસ્તુઓ રોજ મળી રહે છે. તેના ઉપરાંત ગાજર, સફરજન, વટાણા વગેરે પણ તમારા ઈન્સ્યુલીન ઉત્પાદનમાં વધારો કરે છે. તેનાથી તમારી પાચનક્રિયા નોંધપાત્ર રીતે સુધરે છે.

(ર) ઓછામાં ઓછી ૧૫ મિનિટની દૈનિક કસરત : તમારે આરોગ્યપ્રદ જીવનશૈલી જોઇતી હોય તો કસરતનો ઇન્કાર તમારે ન કરવો જોઇએ. તેનાથી શરીરમાં જમા થયેલી વધારાની ચરબી બળે છે. અને તમારૂ શરીર ડાયાબીટીસને કંટ્રોલ કરી શકે છે. રોજીંદી કસરત તમારા બ્લ્ડ સુગર લેવલને તમારૂ શરીર કંટ્રોલ કરવાની ખાતરી આપે છે.

(૩)ફાસ્ટફુડની ના પાડો : બર્ગર, પીઝા અને પાસ્તા વિવિધ પ્રકારના સોસ સાથેના હોય તે તમારા લોહીમાં સુગરનું લેવલ ઉંચુ લાવે છે. તેમાં રહેલું કેલરીનું પ્રમાણ તમારી ધારણા કરતા ઘણું વધારે હોય છે. તમને થોડીક મીનીટો માટે તેનો સ્વાદ ભલે ગમે પણ તેને ખાવું તે સેલ્ફ ટોર્ચર કરવા બરાબર છે.

(૪) ગાઢ નિંદ્રા : તમે માનો કે ન માનો પણ ગાઢ નિંદ્રાથી તમારા શરીરને બહુ ફર્ક પડે છે. સંપૂર્ણ પાચન અને કિડની દ્વારા શરીરના કચરાના નિકાલ માટે યોગ્ય આરામ અને નિંદ્રા બહુ જરૂરી છે. તમારા શરીરને સંપૂર્ણ કામ કરતું રાખવા માટે ઓછામાં ઓછી ૬ કલાકની ઊંઘ જરૂરી છે એવું ડોકટરો કહે છે.

(૫) વધારે પાણી પીઓઃ રોજનું ૮ ગ્લાસ પાણી પીવું એ શરીરની દૈનિક જરૂરીયાત છે. શરીરની ક્રિયાઓની જાળવણી અને આંતરડા અને કિડનીની કામગીરીમાં તે બહું મદદરૂપ થાય છે. વધારાની સુગરને શરીરમાંથી બહાર કાઢવા અને બ્લડ સુગર લેવલ જાળવવામાં તે મદદ કરે છે.

આ ઉપરાંત, તમે નિયમિત રીતે તમારૂ બ્લ્ડ સુગર માપતા રહો તે પણ એટલું જ જરૂરી છે. તેના માટે કોઇ પણ ગ્લુકોમીટર ઘરે રાખવું જોઇએ જેથી લેબોરેટરીમાં જવાની આળસથી બચી શકાય. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(3:45 pm IST)