Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રશિયામાં યોજાઇ અજીબોગરીબ લાફામાર ચેમ્પિયનશિપ

મોસ્કો તા.રરઃ કોઇકને ગુસ્સામાં એક લાફો જડી દીધો હોય તો નક્કી કાં તો સામે મુક્કો આવે કાં પોલીસમાં ફરિયાદ થાય. જો કે રશિયાના સાઇબેરિયામાં એક અનોખી સ્પર્ધા યોજાઇ હતી જેમાં પરસ્પરને લાફા મારવાની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં તમે કેટલા લાફા મારી શકો છો એના કરતાં કેટલા લાફા ખમી શકો છો એ પણ મહત્વનો ભાગ ભજવે છે. સ્પર્ધાના નિયમો મુજબ સામસામે બે ર્સ્પધકોએ ઊભા રહીને વારાફરતી મોં પર લાફો મારવાનો, બીજે કયાંય નહીં.  બીજું, સામેવાળો ચમાટ તમને મારતો હોય ત્યારે તેનો હાથ પકડવાનો નહીં કે તમારૃં મોં હટાવી નહીં લેવાનું. તમારે એ ચમાટ ખાવાની જ. એ ચમાટ ખાધા પછી તમારે એનાથીયે મજબૂત ચમાટ સામેવાળાને જડી દેવાની. આમ વારાફરતી વારો એકબીજાને લાફો ઝીંકયે રાખવાનો . જે વ્યકિત લાફો ખાઇને થાકી જાય અને ગિર-અપ કરી દે તે હારી જાય. ક્રાસ્નોયાર્સ્ક ટાઉનમાં ગયા વીક-એન્ડમાં આવી જ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં જીતનારને ૩૨,૦૦૦ રૂપિયા ઇનામમાં મળ્યાં.

(3:35 pm IST)