Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

હેલ્ધી લાઇફસ્ટાઇલનૂ઼ એટલું વળગણ હતું કે આ બહેને ફળોનો રસપીવાને બદલે બાટલો ચડાવી દીધો

બેજીંગ તા ૨૨ :  ફળો હેલ્ધી  છે એ વાત સાચી, પણ એ મોએથી પેટમાં જાય તો જ. આટલી નાની વાત કદાચ ચીનમાં રહેતી ૫૧ વર્ષની ઝોન્ગ નામની મહિલાને  નથી સમજાતી. તેેન ે હેલ્ધી લાઇફસ્ટાઇલનું એટલુ ઓબ્સેશન હતું કે, એક દિવસ તેણે વીસ અલગ અલગ  ફળોનો રસ કાઢયો અને ઇન્જેકશનમાં ભરીને ડાયરેકટ લોહીની નળીમાં જ બાટલાની જેમ ચડાવી  દીધો. બાટલો ચડાવ્યા પછી તેને અચાનક જ  શરીરે ખંજવાળ આવવા લાગી અને  શરીરનું  ટેમ્પરેચર વધી ગયું, એમ છતાં ઝેન્ગે આ લક્ષણોને અવગણ્યા. જયારે તેના પતિને ખબર પડી કે ફ્રુટ-જુસ ડાયરેકટ લોહીની નળીમાં ચડાવી દીધો હોવાને કારણે ઝેન્ગ બીમાર પડી છે, ત્યારે તરત જ તેને હોસ્પિટલમાં લઇ ગયો. ચેન્ગઝોઉની  કાઉન્ટી  હોસ્પિટલના  ડોકટરોને  ખબર પડી કે દરદીએ ફળોનો  જુસ લોહીમા ંભળવી  દીધો છે, એટલે તરત જ તેને મોટી હોસ્પિટલના ઇન્ટેિઁન્સવ  કેર યુનિટમાં દાખલ કરી દીધી. લોહીની નળી વાટે ફળોનો રસ લિવર, કીડની અને હાર્ટ સુધી પહોંચી જતા શરીરમાં મલ્ટિપલ ઓર્ગન ફેલ્યર થઇ ગયું હતું ડોકટરોએ તેના આખા શરીરમાંથી લોહી કાઢીને એેને સાફ કરીને ગાળ્યું અન ેસાથે કયાંય લોહી ગઠાય નહીં એ માટેની દવાઓ શરૂ  કરી  ઁદીધી. પાંચ દિવસની સધન સારવાર પછી હવે ઝેન્ગ ખતરાથી બહાર છે. ડોકટરોએ આ કેસની વિગતો ખાસ એ નોંધ સાથે બહાર પાડી હતી જેથી હેલ્ધી જીવનશૈલીના વળગણમાં આવું પાગલ પણું જીવનું જોખમ નોતરી શકે છે એનો લોકોને ખ્યાલ આવેે

(3:34 pm IST)