Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

બ્રિટનના બર્મિંઘમમાં પાંચ મસ્જિદોને નિશાન બનાવાઈ

બ્રિટનના બર્મિંઘમ શહેરમાં ગત રાતે પાંચ મસ્જિદો પર હિંસક હુમલો કરવાની ઘટના સામે આવી છે.  પ્રારંભિક રિપોર્ટ અનુસાર આ હુમલા બુધવાર મોડી રાતથી લઈને ગુરુવારની સવાર વચ્ચે કરાયા હતા.  પોલીસના જણાવ્યા અનુસાર મસ્જિદની બહારની બારીઓ પર એક મજબૂત હથોડાથી હુમલો કરવામાં આવ્યો હતો.  બર્ચફિલ્ડ રોડ પર આવેલી મસ્જિદ પર આ હુમલો મોડી રાતે લગભગ અઢી વાગ્યે કરવામાં આવ્યો હતો.  આ હુમલાની સૂચના મળવાની ૪૫ મિનિટ બાદ જ આવો જ વધુ એક હુમલો આર્ડિંગટનમાં કરાયો હોવાનું પણ જાણવા મળ્યું.

આ ઉપરાંત એસ્ટન અને પેરી બારમાં પણ આવા જ પ્રકારના હુમલા કરાયા હોવાની પોલીસને સૂચના મળી હતી.  ગૃહ સચિવે આ હુમલાને ગંભીર અને ચિંતાજનક ગણાવ્યા છે.  વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના જણાવ્યા અનુસાર હુમલાઓનો ઉદ્દેશ જાણી નથી શકાયો પણ અધિકારીઓ આ પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહ્યા છે. 

(3:33 pm IST)