Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ઓકસફર્ડ ડિકશનરીમાં 'ચડ્ડી'ને મળ્યું સ્થાન

લંડન તા. ૨૨ : અંગ્રેજી ભાષાની ઓકસફર્ડ ઈંગ્લિશ ડિકશનરીમાં 'ચડ્ડી' શબ્દને સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય ૬૫૦ નવી પ્રવિષ્ટિ (શબ્દકોશ કે કોઈ સૂચિમાં માહિતીની નોંધ કરવી તે)ને પણ અધિકારિકરીતે અંગ્રેજી શબ્દ તરીકે માન્યતા આપવામાં આવી છે. બ્રિટનમાં 'ચડ્ડી' શબ્દને બ્રિટિશ અભિનેત્રી મીરા સ્યાલ અને સંજીવ ભાસ્કરના 'ગૂડનેસ ગ્રેશિયસ મી' દ્વારા લોકપ્રિયતા મળી. 'ઓકસફર્ડ ઈંગ્લિશ ડિકશનરી'ના વરિષ્ઠ સહાયક સંપાદક જે. ડેન્ટે કહ્યું કે તમામ નવી અને સંશોધિત થતી પ્રવિષ્ટિ માટે આકરી મહેનત અને શોધ કરવામાં આવે છે. આ શબ્દને 'શોર્ટ ટ્રાઉઝર, શોર્ટ્સ' તરીકે પણ પરિભાષિત કરવામાં આવ્યો છે. તેને સામાન્યરીતે 'અંડરવિયર અથવા અંડરપેન્ટ' કહેવાય છે.

(11:38 am IST)