Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત:13ને ઇજા

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના પહાડી વિસ્તારમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ 5 લોકોના મોત નિપજ્યા છે અને 13 લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે ઘટના  એક પીકઅપ ટ્રક રસ્તા પર દુર્ઘટનાનો શિકાર થતા ખાડીમાં પડી જવાના કારણે બની છે પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ ખૈબર પખ્તુનખ્વાના સાંગલા જીલ્લાના  શરોના હિલમાં સમયે બન્યો હતો જયારે ચાલકે સ્ટિયરિંગ પરથી પોતાનું નિયંત્રણ ખોઈ બેસ્યું હતું.સ્થાનિક લોકોની મદદના કારણે ઘાયલ લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(7:50 pm IST)