Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ખેડુતોને ખેતરોમાં ઉપયોગી થાય એવો રોબોટિક એનિમલ બનાવ્યો જપાને

ટોકીયો, તા.૨૨ : ખેડુતોમાં લહેરાતા ઊભા પાકને નુકસાન પહોંચાડવા માટે નીલ ગાય, હાથી, ભૂંડ સહિતનાં અનેક જાનવરો પેસી જતાં હોય છે.અને એથી ખેડૂતોએ રાતે ઉજાગરા કરીને તેમના પાકને બચાવવાો પડે છે. જેવું  જપાનમા  પણ છે. ખેતરોમાં ઘુસી આવતાં જંગલી પ્રાણીઓને ભગાવવા માટે જપાનના સાયન્ટિસ્ટોએ રોબોટિક એનિમલ તૈયાર કર્યો છે. અને એ સોલર પાવરથી ચાર્જ થાય છે. આ રોબોટિક એનિમલ રાતે ખેતરમાં ઘૂસી આવતાં જંગલી પ્રાણીઓને રોકે છે.એનું નામ રોબોટિક મોન્સ્ટર છે અને એ ખૂંખાર દેખાય છે. અંધારામાં એની આખો લાલ-લાલ દેખાય છે. એના પર ફિટ કરવામાં આવી છે. એની અંદરથી ખતરનાક જંગલી  પ્રાણીઓ જેવો અવાજ આવે છે. એ પોતાનું માથું ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે. એના  સેન્સરમાં જરાપણ હલચલ દેખાય એટલે  એ એકિટવ થાય છે. અની પીઠ પર કેમેરો પણ ફિટ કરવામાં આવ્યો છે.અને એના ટેસ્ટિંગમાં ખબર પડી હતી કે રીંછ સહિતનાં પ્રાણીઓ પણ એને જોઇને નાસી છૂટયાં હતાં.

(3:51 pm IST)