Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

'કાર્લમૅન કિંગ' : વિશ્વની સૌથી મોંઘી SUV કાર ₹ ૧૪.૭૫ કરોડમાં વેચાણમાં મુકાઈ

બેજિંગ : વિશ્વની સૌથી મોંઘી SUV કાર  £ 1.56  મિલિયન પાઉન્ડ (આશરે ₹ ૧૪.૭૫ કરોડ રૂપિયા)માં વેચાણમાં મુકવામાં આવી છે અને આ SUV અસલ ડિસી કોમીકની 'બેટમોબાઇલ' જેવી જ લાગે છે, અને કારની અંદર જબરદસ્ત ઇન્ટીરીયર્સ આપવામાં આવ્યું છે. 'કાર્લમૅન કિંગ' વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી એસયુવી કાર છે.
એસયુવીની અંદર વૈભવી બેઠકો મુકવામાં આવી છે. આ ઉપરાંત આમાં એક ગેમ કન્સોલ, એક શેમ્પેઈન ફ્રિજ અને એસ્પ્રેસો મશીન પણ મુકવામાં આવ્યું છે. આ બેટમોબાઇલ જેવો બાહ્ય દેખાવ ધરાવતી એસયુવી, કાર્બન ફાઇબર અને સ્ટીલ અથવા બુલેટપ્રુફ મટીરીયલ માંથી બનાવવામાં આવે છે.
આ એસયુવીની મહત્તમ સ્પીડ ૧૪૧ કિ.મી. પ્રતિ કલાક છે અને આ પ્રકારની ફક્ત દસ જ એસયુવી બનાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

(3:10 pm IST)