Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

તોફાનમાં ખોવાયેલી બિલાડી ૧૪ વર્ષ પછી ઘરે પાછી આવી

ન્યુયોર્ક તા.રર : અમેરિકાના ફલોરિડામાં રહેતા પેરી માર્ટિન નામના ભાઇની ૧૪ વર્ષ પહેલા તોફાનમાં ખોવાયેલી બિલાડી અચાનક જ મળી આવી હતી. ર૦૦૪માં આવેલા તોફાનમાં આ બિલાડી ખોવાઇ ગઇ હતી. હ્યુમન સોસાયટી ઓફ ધ ટ્રેઝર કોસ્ટ નામની સંસ્થાની ફેસબુક પોસ્ટમાં આ સમાચાર મુકાયા હતા. આ બિલાડી ગયા અઠવાડીયે ફલોરિડાની ગલીઓમાં ઘુમી રહી હતી. અધિકારીઓએ આ રખડુ બિલાડીને પકડી તો એના ગળામાં લાગેલી માઇક્રોચિપ પરથી એના માલિકને જાણકારી મળી. આ બિલ્લીનું નામ ટીટુ હતુ અને જયારે તેના માલિક પેરી માર્ટિનને ફોન પર તેના જીવતા હોવાથી જાણકારી મળી હતી. ત્યારે તે ખુશીથી ઉછળ્યો હતો. ર૦૦રની સાલમાં પેરી માર્ટિન આ બિલાડી પાળી હતી. પરંતુ ર૦૦૪માં વાવાઝોડામાં એ કયાંક તણાઇ ગયઇ હતી. પેરીઅ  એ વખતે નજીકની પ્રાણી સંસ્થામાં એનો રિપોર્ટ નોંધ્યો હતો અને ટીટુ નામની માઇક્રોચિપ સાથેની બિલાડી મળી આવે તો જણાવવાનું કહયું હતું. ૧૪ વર્ષ વીતી જવાથી બિલાડી ફરી પાછી મળશે એવી કોઇ જ આશા નહોતી.

(2:22 pm IST)