Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સાઉદી અરેબિયાની મહિલાઓ હવે સેનામાં પણ સામેલ થઇ શકશે

નવી દિલ્હી: સાઉદી અરેબિયાની મહિલાઓ હવે સેનામાં પણ સામેલ થઈ શકશે. પોતાની કટ્ટરવાદી છબિ બદલવાના પ્રયત્નમાં લાગેલી સરકારે મહિલાઓ સેનાના ત્રણેય અંગ એટલે કે, આર્મી, એરફોર્સ અને નેવીમાં સામેલ થઈ શકશે તેવી જાહેરાત કરી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે મહિલાઓ હવે સેનાનો હિસ્સો બનવા આઝાદ છે અને તેઓ વિભિન્ન પદો માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયમાં સાઉદી સરકારે પોતાની કટ્ટર છબિ બદલવા અનેક પગલા ભર્યા છે.

              સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે મહિલાઓ સૈનિક, લાન્સ નાયક, નાયક, સાર્જન્ટ અને સ્ટાફ સાર્જન્ટના પદ માટે અરજી કરી શકે છે. સાઉદી અરેબિયાએ પગલું ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030 અંતર્ગત ઉઠાવ્યું હોવાનું માનવામાં આવે છે. ક્રાઉન પ્રિન્સ મહિલાઓને વિભિન્ન ક્ષેત્રોમાં આગળ વધારવા સુધારાઓને અંજામ આપી રહ્યા છે.

(6:07 pm IST)