Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અફઘાનિસ્તાનમાં એક અઠવાડિયાનું યુદ્ધ વિરામ આજથી શરૂ

નવી દિલ્હી:તાલિબાન,અમેરિકા અને અફઘાન સુરક્ષાબળો વચ્ચે એક અઠવાડિયાનું યુદ્ધ વિરામ સમજોતા શનિવારથી શરૂ થઇ ગયું છે આ આંશિક યુદ્ધ વિરામ સમજોતા જો સફળ રહેશે તો 18 વર્ષોથી યુદ્ધની ત્રાસદી સહન કરી રહેલ અફઘાનિસ્તાન માટે એતિહાસિક પગલું હશે.તેનાથી એક એવો રસ્તો મળશે જેનાથી યુદ્ધ સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ શકે છે.

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દસકોથી ચાલી રહેલ સંઘર્ષ પછી અમે અફઘાનિસ્તાનમાં હિંસાને ઓછી કરવા પર તાલિબાનના સાથે એક નિર્ણય પર પહોંચ્યા છીએ.દીર્ઘકાલિક શાંતિની દિશામાં એક આ એક મહત્વપૂર્ણ પગલું છે.

(5:49 pm IST)