Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વૈજ્ઞાનિકોની નવી આશા: નજીકના ભિવષ્યમાં સાપના ઝેરથી થઇ શકે છે કેંસરની સારવાર

નવી દિલ્હી: સાપનું ઝેર સ્તન અને આંતરડાના કેન્સરની ગાંઠોને ઝડપથી નાબૂદ કરી શકે છે તેવો દાવો વૈજ્ઞાનિકોએ કર્યો છે. નોર્ધન કોલોરાડોના બાયોલોજિસ્ટોની ટીમ કેન્સરની સારવારની શોધની દિશામાં કામ કરી રહી છે. ટીમના સામેલ વૈજ્ઞાનિકોએ દિવસ-રાત સેંકડો સાપના ઝેરનું પરીક્ષણ કરી રહ્યાં છે. તેમને એવી આશા વ્યક્ત કરી છે કે નજીકના ભવિષ્યમાં સાપના ઝેરથી કેન્સરથી સારવાર શક્ય બની શકશે.

              વૈજ્ઞાનિકો કેન્સરની સારવાર શોધી રહ્યાં છે. શોધમાં સામેલ વૈજ્ઞાનિકો જણાવી રહ્યાં છે સાપના ઝેરમાં ૧૦૦ કેમિકલો હોય છે અને તેમાંથી અમુક કેમિકલો કેન્સરગ્રસ્ત કોષોને ટાર્ગેટ બનાવવામાં કામ લાગી શકે છે. હાલમાં આ દિશામાં સંશોધન ચાલી રહ્યું છે. અભ્યાસમાં એવું પણ જણાયું કે વિવિધ પ્રકારના સાપનું ઝેર અદ્વિતીય રીતે માનવ કેન્સરગ્રસ્ત કોષો પર હુમલો કરી શકે છે. પીએચ.ડી ઉમેદવાર હાર્વે વાઇપરના ઝેરનું સંશોધન કરી રહ્યાં છે. તેઓ કહે છે કે ખૂબ ઓછા ડોઝનું વાઇપરનું ઝેર બ્રેસ્ટ કેન્સર- આંતરડાના કેન્સરને ઝડપથી ખતમ કરી શકે છે પરંતુ તે મેલાનોમાને ખતમ કરી શકતું નથી. જોકે બીજા પ્રકારના ઝેરી સ્કિન કેન્સરના સ્વરૂપ એવા મેલાનોમાને ખતમ કરી શકે છે.જોકે આ ટેક્નોલોજી સંપૂર્ણ રીતે કામ કરતી થાય તે માટે થોડો સમય લાગી શકે છે. પરંતુ વૈજ્ઞાનિકોએ હવે ઊજળી આશા લાગી રહી છે. જોકે આવું થશે તો કેન્સરની સારવાર અત્યંત સરળ બની જશે.

(5:48 pm IST)