Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમેરિકા-તાલિબાનના સંઘર્ષનો આવ્યો અંત:હિંસા બંધ કરવાના કરાર પર કરવામાં આવશે હસ્તાક્ષર

નવી દિલ્હી: અમેરીકી વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ ટ્વિટ કરી તાલીબાનીઓ સાથે સમજૂતી કરારનો એકરાર કર્યો છે. માઈક પોમ્પિયોએ ટ્વિટમાં કહ્યું છે કે, યુએસ 29 ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનમાં હિંસા બંધ કરવાના કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી રહ્યું છે. સાઉદી અરેબિયાની મુલાકાત પછી બહાર પડાયેલા એક નિવેદનમાં યુએસ વિદેશ મંત્રી પોમ્પિયોએ જણાવ્યું હતું કે આ કરારના સફળ અમલીકરણથી યુએસ-તાલિબાન કરાર પર હસ્તાક્ષર થવાની દિશામાં આગળ વધવાની અપેક્ષા છે.

કતારની રાજધાની દોહામાં યુએસ અને તાલિબાન વચ્ચે મુદ્રા લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ભારત આવતા પહેલા પૂર્વ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ અમેરીકા-તાલિબાન વચ્ચેના પ્રારંભિક શાંતિ કરારની વાત કરી હતી. જોકે અમેરીકા એક વર્ષ કરતા પણ વધારે સમયથી તાલિબાનીઓ સાથે વાતચીત કરી સમજૂતી કરવાની કોશીશ કરી રહ્યું હતું.

(5:47 pm IST)