Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમેરિકાના ટેક્સાસમાં ચાકુ મારીને 3 લોકોની હત્યાથી અરેરાટી

નવી દિલ્હી:અમેરિકાના ટેક્સાસમાં એક શખ્સે એક કિશોરી સહીત ત્રણ લોકોની ચપ્પુ મારીને કરપીણ હત્યા કરી દેતા અરેરાટી મચી જવા પામી છે આ ઘટના શુક્રવારના રોજ બની હતી જે પછી પોલીસે આરોપીની કારનો પીછો કરી તેને ઝડપી લીધો છે.

ટેક્સાસ જન સુરક્ષા વિભાગના અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 18 વર્ષીય યુવતીએ સૈન સેબા પોલીસ અધિકારીઓને બપોરના 4 વાગ્યાને 30 મિનિટની આસપાસ ફોન કરીને જણાવ્યું હતું કે તે સહીત ચાર  લોકોને કોઈકે ઘરમાં ઘૂસીને ચપ્પુથી ઈજાગ્રસ્ત કરી દીધા છે.

(5:44 pm IST)