Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ઉત્તર કોરિયાની ૪૧ ટકા જનસંખ્યાને ખાદ્ય સહાયતાની જરૂરત : સંયુકત રાષ્ટ્ર પાસે મદદ માગી

સંયુકત રાષ્ટ્ર (યુએન)  ના પ્રવકતા સ્ટીફન દુજારીકએ જણાવ્યુ છે કે ઉતર કોરિયાએ  અનાજની કમીની આશંકાને લઇ યુએન એજન્સીઓ પાસે મદદ માગી છે. ઉતર કોરિયાએ કહ્યુ છે કે  આ વર્ષે એમની પાસે ૧૪ લાખ ટન ખાદ્ય ઉત્પાદન ઓછુ હોવાનુ અનુમાન છે.  યુએનના અનુસાર  ઉતર કોરિયાની ૪૧ ટકા જનસંખ્યાને ખાદ્ય સહાયતાની જરુરત છે.

(10:48 pm IST)