Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વેનેઝુએલાના શાસક માદુરોએ બ્રાઝીલ બોર્ડર બંધ કરી :કોલંબિયા સરહદ પણ બંધ કરવા તૈયારી

વેનેઝુએલાના શાસક નિકૉલસ મદુરોએ બ્રાઝિલ બૉર્ડર બંધ કરવાની જાહેરાત કરી છે, આ જાહેરાત એ સમયે કરાઈ છે જ્યારે વેનેઝુએલા માટે વૈશ્વિક સહાયની ચર્ચા થઈ રહી છે.તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ કૉલમ્બિયાની બૉર્ડર પણ બંધ કરવાની પ્રક્રિયામાં છે.તેઓ દેશમાં મંદીની વાતને નકારી કાઢે છે.

વિરોધ પક્ષના નેતા જુઆન ગુઆઇદો રાજધાની કૅરાકસ થી કૉલમ્બિયા સુધીના કાફલાનું નેતૃત્વ કરશે.શુક્રવારે કૉલમ્બિયાની હદમાં વેનેઝુએલા માટે ફાળો એકઠું કરવા માટે કૉન્સર્ટ યોજાશે. એ જ વખતે મદુરોની સરકાર ત્યાંથી 980 ફૂટના અંતરે તેમનો કાર્યક્રમ યોજશે.

રાષ્ટ્રીય ઍસેમ્બલીના નેતા ગુઆઇદો ગયા મહિને થયેલા સરકાર વિરોધી આંદોલન દરમિયાન પોતાને વચગાળાના નેતા જાહેર કરી ચૂક્યા છે. વેનેઝુએલાની સરકારના વિરોધમાં લેટિન અમેરિકા અને યુએસના ડઝન જેટલા દેશો જોડાયા હતા.

(6:24 pm IST)