Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

માથામાંથી સફેદ વાળ ખેંચી કાઢવાની સર્વિસ આપે છે જેપનીઝ સ્ટોર

ટોકિયો તા ૨૨ : યંગ એજમાં જયારે માથામાં એક-બે સફેદ વાળ જોવા મળે ત્યારે જોતાંજ એને ખેઁચી કાઢવાની તાલાવેલી થતી હોય છે. પોતાના જ માથામાંથી સફેદ વાળ શોધીને ખેંચવાનું કામ સહેલું નથી. જપાનના ટોકીયોમાં આસ આ જ સર્વિસ આપતી શોપ ખુલી છે. એમાં તેમને હાથેથી વન-બાય-વન માત્ર સફેદ વાળ જ ચુટીને ખેંચી કાઢવાની સર્વિસ આપવામાં આવે છે. શિરાગાનુકી નામના આ સ્ટોરમાં તમને મિનીટનાહિસાબે સસફેદ વાળ પ્લક કરવાની સર્ર્વિસ અપાય છે. જેપનીઝ ભાષામાં શિરાગાનુકી એટલે વાઇટ હેર રિમુવલ. ૩૦ મિનીટ માટે ૨૫૦૦ રૂપિયા એક કલાક માટે ૪૭૦૦ રૂપિયા અને નિશ્ચત સમય કરતા વધુ દર દસ મીનીટ માટે ૬૦૦ રૂપિયા લેવામાં આવે છે. ભાવ જોઇને બોલી પડાય કે આટલું મોંઘું ! પણ આ સર્વિસ-શોપના માલિકનું કહેવું છે કે ' એક-એક સફેદ વાળ જરાય ખેંચાય નહી એ રીતે ચુંટવો એ કંઇ સહેલુ કામ નથી. તમે તમારા ફ્રેન્ડ કે પરિવારજનોને આ કામ માટે રિકવેસ્ટ કરતા ખચકાંતા હો છો તો પછી પ્રોફેશનલી આ સર્વિસી મળતી હોય તો શું કામ શરમાવાનું ? સફેદ વાળ રિમુવ થઇ ગયા પછી તમારી ઉમરમાંથી થોડાક વર્ષો આપમેળે ઘટી જાય છે. એ ફાયદો પણ ખરોને ? સામાન્ય રીતે દસમીનીટમાં ૩૦ થી ૭૦ સફેદ વાળ ચુંટી શકાય છે.

આ વિકલ્પ એવા લોકો માટે જ કારગર છે, જેમના માથે સફેદ વાળ ઓછા અને કાળા વાળ ઝાઝા છે. (૩.૩)

(3:07 pm IST)