Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

૪ ફુટના મગર અને ૧૦ ફુટના અજગર વચ્ચે થઇ જીવસટોસટીની જોરદાર લડાઇ

ફલોરીડા તા.રરઃ અમેરિકાના ફલોરિડામાં આવેલા એવરગ્લેડ્સ નેશનલ પાર્કમાં બે ખૂંખાર જીવોએ એકબીજા પર હુમલો કર્યો એ વખતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છેે. એક તળાવના કિનારે દસ ફુટ લાંબા અજગર અને ૪ ફુટ લાંબા મગર વચે લડાઇ જામી હતી. અજગર એટલો જાયન્ટ હતો કે એક આખા માણસને ગળી જઇ શકે,  જયારે અજગરની સરખામણીએ મગર નાનો હતો, પણ ગાજયો જાય એમ નહોતો. પાર્કમાં ફરવા આવેલા રિચ ક્રુગર નામના એક ભાઇએ આ વિડિયો લીધો હતો અને પોતાના ફેસબુક અકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. અજગર અને મગર બન્ને એકબીજાને ઊંચકીને પટકવાની કોશિશ કરે છે. બન્ને કયારેક પાણીમાં તો કયારેક જમીન પર એકબીજાને ઘસડી જાય છે સ્વાભાવિક છે આ લડાઇમાં કોની જીત થઇ એ જાણવામાં સૌન રસ હોય, પણ વિડિયોમાં એ સ્પષ્ટ નથી થતું. પાર્કના ઓફિશ્યલ અકાઉન્ટમાં પણ આ લઇાડની કેટલીક તસ્વીરો અપલોડ થઇ છે અને તેમના કહેવા મુજબ ટૂંકા મગરે લાંબા અજગરને માત આપી હતી.(૧.૬)

(10:21 am IST)