Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

શરીર હલશે તો પેદા થશે ઉર્જા, અને તેનાથી ચાર્જ થશે મોબાઈલ!

વોશિંગ્ટન, તા. ૨૨ : અમેરિકાની યુનિવર્સિટી ઓફ બફેલોના નિષ્ણાતોએ એક મેટલિક ટેબ જેવું ડિવાઈસ તૈયાર કર્યું છે, જે માનવશરીર સાથે કનેકટેડ હોય ત્યારે એના હલનચલનમાંથી પેદા થતી ઊર્જાનું ઈલેકિટ્રસિટીમાં રૂપાંતર કરે. તમે કસરત કરો, ચાલો કે ઈવન આંગળી પણ હલાવો તોય એમાંથી ઊર્જા પેદા થાય અને એ નવા શોધાયેલા ડિવાઈસમાં સંઘરાય.

નિષ્ણાતોએ સાથે મળીને ટ્રાઈબોઈલેકિટ્રક નેનો જનરેટર તૈયાર કર્યું છે, જે મિકેનિકલ ઊર્જાને ઈલેકિટ્રક ઊર્જામાં ફેરવીને ઈલેકટ્રોનિક ડિવાઈસ ચાર્જ કરી શકાય એવી ઊર્જામાં રૂપાંતરિત કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે માનવશરીર અખૂટ ઊર્જાનો સ્રેત છે તો શા માટે આપણા જ શરીરની ઊર્જાનો ઉપયોગ ન કરીએ?

(4:14 pm IST)