Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

આંખના રેટિનાના સ્કેનથી હાર્ટના રોગની જાણ થઇ શકશે

નવી દિલ્હી, તા.રર : ગુગલના રિસર્ચરોએ આંખમાં રેટિનાના સ્કેન પરથી ભવિષ્યમાં હાર્ટનો રોગ થશે કે એ જાણવાની આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સની પધતિ વિકસાવી છે. આ માટે આશરે ૨,૮૪,૩૩પ દર્દીઓના રેટિના સ્કેન કરવામાં આવ્યા હતા અને એના પરથી કાર્ડિયોવેસ્કયુલર રિસ્ક ફેકટર જાણવામાં આવ્યુ હતું. રેટિના સ્કેનમાં એ ખબર પડતી હતી કે આ આંખ ધૂમ્રપાન કરનારની છે કે ધૂમ્રપાન નહીં કરનારની. રેટિના સ્ક્રેન પરથી એ પણ જાણવા મળ્યું હતું કે આ વ્યકિતને હાઇ બ્લડપ્રેશર છે કે નહીં. આમ રેટિનાના સ્ક્રેન દ્રારા હાર્ટના વિવિધ રોગ થવાની ધારણા માંડી શકાય એમ છે.

(3:48 pm IST)