Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બિલ ગેટ્સ કહે છે કે મારે વધારે ટેકસ ચૂકવવો જોઇએ

વોશીંગ્ટન તા. રરઃ માઇક્રોસોફટ કંપનીના માલિક અને દુનિયામાં બીજા નંબરની સૌથી શ્રીમંત વ્યકિત બિલ ગેટ્સનું કહેવું છે કે મારે વધારે ટેકસ ચૂકવવો જોઇએ અને અમેરિકન સરકારે મારા જેવા શ્રીમંતો પાસેથી વધારે ટેકસ લેવો જોઇએ. કોર્પોરેટ હાઉસિસ અને શ્રીમંત લોકોને મિડલ કલાસના લોકો કરતાં વધારે બેનિફિટ્સ મળે છે અને એથી તેમની પાસેથી વધારે ટેકસ લેવામાં આવવો જોઇએ.

બિલ ગેટ્સ પાસે ૯૦ અબજ ડોલર (આશરે પ૮ર૮ અબજ રૂપિયા) ની સંપત્તિ છે અને તેમણે ટેકસપેટે ૧૦ અબજ ડોલર (આશરે ૬૪૭ અબજ રૂપિયા)નો ટલેકસ ચૂકવ્યો છે. તેમણે સંપત્તિમાંથી ૪૦ અબજ ડોલર (આશરે રપ૯૦ અબજ રૂપિયા) ચેરિટી માટે આપી દીધા છે અને એથી શ્રીમંત લોકોની યાદીમાં તેઓ બીજા સ્થાને પહોંચી ગયા છે.

(3:53 pm IST)