Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ચીન 31 જાન્યુઆરી સુધીમાં કોરોના રસીના પાંચ લાખ ડોઝ પાકિસ્તાન પહોંચાડશે

નવી દિલ્હી: ચીન 31 જાન્યુઆરી સુધીમાં કોરોના રસીના પાંચ લાખ ડોઝ પાકિસ્તાનને આપશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ અત્રે આમ જણાવીને, ચીની વિદેશમંત્રી વાન્ગ યી સાથેના ફોન પછી પાઠવેલા વિડિયો મેસેજમાં ઉમેર્યું કે બીજિંગે રસી લેવા માટે વિમાન મોકલવા પાકિસ્તાનને જણાવ્યું છે.

રસીનો પ્રથમ જથ્થો પાકિસ્તાનને નિ:શુલ્ક અપાશે, જે ચીનની પાકિસ્તાન પ્રત્યેની શુભેચ્છા અને મૈત્રીના પ્રતીકરૂપ હશે. ચીન દ્વારા મોકલાનારી આ સાઇનોફાર્મ રસીને પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ માન્ય કરી છે. પાકિસ્તાનને 11 લાખ ડોઝની જરૂર પડશે, જે ચીન ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરા પાડશે.

(6:17 pm IST)
  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST