Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ચીનમાં કોરોના વાયરસના કારણોસર મ્રુતકઆંક વધીને 9એ પહોંચતા અરેરાટી

નવી દિલ્હી ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 9 લોકોના મોત થતા વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ચીનના હેલ્થ કમીશને મંગળવારે જણાવ્યું હતું કે, દેશમાં 440 લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. ત્યાંજ ભારતીય ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોચી એરપોર્ટને ચીનથી આવનારા પ્રવાસીઓના થર્મલ સ્ક્રીનિંગ કરવાના આદેશ આપ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ઘાતક વાયરસ મામલે ઈન્ટરનેશનલ પ્બલિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા પર વિચારણા કરી રહી છે.

    યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ, કોરોના વાયરસ અનેક વાયરસોનો સમૂહ છેજે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો વાયરસને 'ઝૂનોટિક' તરીકે ઓળખે છે, એટલે કે વાયરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાયરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.

(5:58 pm IST)