Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પાકિસ્તાનમાં ભાવ વધારાએ માઝા મૂકી: એક પરોઠાની કિંમત થઇ 60 રૂપિયા

નવી દિલ્હી :જમ્મુ કશ્મીરના મુસ્લિમોની ચિંતા કરતા પાકિસ્તાનમાં લોકો બેફામ ભાવવધારાનો શિકાર બન્યા છે તરફ જોવાની પાકિસ્તાનની સરકાર કે લશ્કરને પરવા નથી. એક નાનની કિંમત 60 રૂપિયા સુધીનો ભાવ વધારો પહોંચ્યો હતો.

એક અહેવાલ મુજબ પાકિસ્તાનમાં અત્યારે એક કિલો લોટની કિંમત 75થી 80 રૂપિયા થઇ ગઇ હતી. વડા પ્રધાન ઇમરાન ખાન અને પાકિસ્તાની લશ્કર મોટી મોટી ગુલબાંગો મારે છે પરંતુ સરેરાશ પાકિસ્તાની નાગરિકને એક ટંક ભોજનના સાંસા પડી રહ્યા હોવાનું અખબારી રિપોર્ટમાં જણાવાયું હતું. અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે ખૈબર પખ્તુનવામાં પરાઠાની દુકાનોની હડતાળ મંગળવારે પણ ચાલુ રહી હતી લોકો કહે છે કે અમને પરાઠા બનાવવા માટેના લોટના ભાવ પરવડતા નથી. વીસ કિલો લોટની ગુણનો ભાવ અત્યારે 1100થી 1150 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

(5:57 pm IST)