Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અમેરિકા નહીં આ દેશના લોકો કમાઈ છે અગણિત પૈસા

પ્રતિ વ્યકિત આવકની દૃષ્ટીએ લકસમબર્ગ દુનિયામાં પહેલા નંબરનો દેશ છે જયાં પ્રત્યેક વ્યકિતની આવક સૌથી વધુ ૧ લાખ ૧૯ હજાર ૭૧૯ ડોલર છે

ન્યુયોર્ક, તા.૨૨: તમે એક કહેવત સાંભળી જ હશે કે પૈસાથી ખુશહાલી ન ખરીદી શકાય. જો કે એ વાત પણ એટલી જ સત્ય છે કે પૈસા વગર જીવન બહુ જ દુષ્કર બની જાય છે. સાધન-સંપત્તિથી જે ખુશીઓ મેળવી શકીએ છીએ તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. અને એટલે જ આપણે ત્યાં એવું કહેવાય છે કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલાલ. મતલબ કે પૈસા હોય તો તમે જીવનને સરળતાથી પસાર કરી શકો છો.

આજે આપણે વાત કરીશું દુનિયા એવા દેશોની જયાં સૌથી વધારે અમીર લોકો વસે છે. જેમની કમાણી દુનિયામાં સૌથી વધારે છે.

આ યાદીમાં દસમાં સ્થાને આવે છે ઓસ્ટ્રેલિયા જયાં પ્રતિ વ્યકિતની આવક ૫૮ હજાર ૮૨૪ ડોલર છે. સૌથી ધનીક દેશોમાં આવે છે નવમાં સ્થાને સિંગાપુર જયાં પ્રતિ વ્યકિતની આવક ૬૨ હજાર ૬૯૦ ડોલર છે.

આઠમાં સ્થાને છે ડેનમાર્ક જેમાં દરેક વ્યકિતની આવક ૬૩ હજાર ૪૩૪ ડોલર છે. ૭માં સ્થાને છે અમેરિકા જેમાં પ્રત્યેક વ્યકિતની આવક ૬૪ હજાર ૯૦૬ ડોલર છે.

છઠ્ઠા સ્થાને છે કત્તાર જેમાં પ્રત્યેક વ્યકિતની આવક ૬૫ હજાર ૬૨ ડોલર છે. પાંચમાં સ્થાને છે આઈસલેન્ડ જેમાં પ્રત્યેક વ્યકિતની આવક ૭૮ હજાર ૧૮૧ ડોલર છે.

ચોથા સ્થાને છે આઈરલેન્ડ જેમાં પ્રત્યેક વ્યકિતની આવક ૮૧ હજાર ૪૭૭ ડોલર છે. ત્રીજા સ્થાને છે સ્વિટઝર્લેન્ડ જેમાં પ્રત્યેક વ્યકિતની આવક ૮૩ હજાર ૮૩૨ ડોલર છે.

બીજા સ્થાને છે નોર્વે જેમાં પ્રત્યેક વ્યકિતની આવક ૮૬ હજાર ૩૬૨ ડોલર છે.

પ્રતિ વ્યકિત આવકની દૃષ્ટીએ લકસમબર્ગ દુનિયામાં પહેલા નંબરનો દેશ છે જયાં પ્રત્યેક વ્યકિતની આવક સૌથી વધુ ૧ લાખ ૧૯ હજાર ૭૧૯ ડોલર છે. અહીંના લોકો પૈસા કમાવવાના મામલે દુનિયાના તમામ લોકોને પાછળ રાખી દે છે.

(1:01 pm IST)