Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

અમેરિકામાં હોટલમાં વાસણ સાફ કરનાર મહિલાને રવિવારે પણ કામ ઉપર બોલાવતાં રૂ.૧૫૦ કરોડનો દંડ

મહિલાને ૨૦૧૬માં હોટલમાંથી સરખું કામ નહીં કરતી હોવાનું કહીને કાઢી મુકાઇ હતી

વોશિંગ્ટન તા.૨૨: અહીં એક હોટલમાં વાસણ ધોવાનું કામ કરતી મહિલાને રૂ.૧૫૦ કરોડનું વળતર ચૂકવવા હોટલ માલિકોને આદેશ કરાયો છે. હોટલે મહિલાને રવિવારે ચર્ચ જવાને બદલે કામ પર બોલાવી હતી. મહિલાએ ધાર્મિક ભાવનાઓએ ઠેસ પહોંચાડવાનો આક્ષેપ લગાવ્યો હતો.

મેરી જ્યાં પિયરે કોનરાડ મિયામી હોટલમાં લગભગ છ વર્ષથી કામ કરતી હતી.૨૦૧૫માં તેની કિચન મેનેજરે મેરીને રવિવારે બોલાવવાની માગણી કરી. જેનો હોટલ મેનેજમેન્ટે સ્વીકાર કર્યો. કોનરાડ હોટલ હિલ્ટન ગ્રૂપનો ભાગ છે. મેરી એક કેથલિક મિશનરી ગ્રૂપ સોલ્જર્સ ઓફ ક્રાઇસ્ટ હોટલમાં કરવામાં સક્ષમ ન હતી. પાર્ક હોટલ એન્ડ રિસોર્ટે મિયામી કોર્ટેને જણાવ્યું કે તેમને એવી કોઇ વાતની જાણકારી નહોતી. મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે આખરે મેરીને રવિવારે રજા શા માટે જોઇએ છે?

શરૂઆતમાં મેરીને રવિવારે રજા લેવાની અવેજીમાં પોતાના સહકર્મચારીઓ સાથે શિફટ બદલવાની પરવાનગી અપાઇ હતી. હોટલ મેનેજમેન્ટે મેરીના પાદરીએ લખેલો લેટર માગ્યો. જેમાં સ્થિતિની જાણકારી આપવાનું કહેવાયું હતું. ર૦૧૬માં મેરીને ખરાબ કામ કરતી હોવાનું કહીને નોકરીમાંથી બહાર કરાઇ હતી.

ર૦૧૭માં મેરીને સિવિલ રાઇટ એકટ ૧૯૬૪ ને ધ્યાનમાં રાખીને કેસ કર્યો. નિયમ હેઠળ નોકરીમાં જાતિ, ધર્મ, રંગ, લિંગ અને રાષ્ટ્રીયતાના આધાર પર ભેદભાવને પ્રતિબંધિત માનવામાં આવે છ.ેકોર્ટમાં મેરીના દાવાને યોગ્ય ગણાવીને તેને ર૧ મિલિયન ડોલર આપવાનો આદેશ .(૭.૩૪)

 

(4:20 pm IST)