Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

દક્ષિણી થાઈલેન્ડમાં બોંબ વિસ્ફોટમાં ત્રણના મોત: 22 ઘાયલ

નવી દિલ્હી: થાઈલેન્ડના યાલા શહેરમાં આજે સવારે એક મોટરસાયકલ બોંબ વિસ્ફોટમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 22 લોકોને ઇજા પહોંચી છે.પોલીસ અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉગ્રવાદથી પ્રભાવિત મુસ્લિમની વસ્તી વાળા આ વિસ્તારમાં ઘણા મહિનામાં આ પ્રથમ હુમલો થયો છે જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય  22 લોકોને નાના મોટી ઈજાઓ પહોંચી છે જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

(6:37 pm IST)