Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બ્રિટિશ એરવેઝનો રેકોર્ડ તોડયો

ગજબ! સમય કરતા ૫૩ મિનિટ વહેલી પહોંચી ગઇ ફલાઇટ

લંડન તા. ૨૨ : એરલાઈન ન઼રવીજન એર (Norwegian Air)એ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. એરલાઈનના જણાવ્યા અનુસાર, ૧૫ જાન્યુઆરના રોજ ન્યૂ યોર્કથી લંડન જઈ રહેલી ફલાઈટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર્સ જાણીને ચોંકી ગયા કે તેમની ફલાઈટ ૫-૧૦ મિનિટ નહીં, ૫૩ મિનિટ વહેલા પહોંચી ગઈ છે.

આ ફલાઈટ માત્ર ૫ કલાક ૧૩ મિનિટમાં લંડન પહોંચી હઈ હતી, જે અત્યાર સુધી કોઈ પણ સબસોનિક કોમર્શિયલ ફલાઈટ દ્વારા લેવામાં આવેલો સૌથી ઓછો સમય છે.

આ પહેલા બ્રિટિશ એરવેઝની ફલાઈટે ૫ કલાક ૧૬ મિનિટમાં પહોંચીને સૌથી ઝડપી ટ્રાન્સએટલાન્ટિક ફલાઈટ હોવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. નોરવીજન ફલાઈટના કેપ્ટને કહ્યું કે, વાતાવરણ સારુ હતું અને હવા પણ અનુકુળ હતી, માટે બોઈંગ ૭૮૭-૯ ડ્રીમલાઈનર પાછલા રેકોર્ડ કરતા ૩ મિનિટ વહેલી પહોંચવામાં સફળ થઈ.

ફલાઈટમાં ૨૮૪ પેસેન્જર હતા અને આ ફલાઈટ સવારે ૧૧.૪૪ વાગ્યે ન્યૂ યોર્કથી રવાના થઈ. ન્યૂ યોર્કથી લંડન જવા માટે નોરવીજન એર્સની ફલાઈટ્સ ૬ કલાક ૩૦ મિનિટનો સમય લે છે, પરંતુ આ ફલાઈટ સમય કરતા ૫૩ મિનિટ પહેલા પહોંચી ગઈ.

(4:15 pm IST)