Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આ ડોકટર પ્રેગ્નન્ટ મહિલા સાથે ડાન્સ કરીને ડિલિવરી કરાવે છે

બાળક માના પેટમાંથી બહાર નીકળવાની મૂવમેન્ટ કરે ત્યારે મહિલાને પીડા થવાની શરૂ થાય છે. મોટા ભાગે પેઇન શરૂ થાય એટલે દર્દીને લેબર-રૂમમાં લઇ જઇને સતત મોનિટર કરવામાં આવે. આપણએ ત્યાં દાદીમાઓ પ્રેગ્નન્ટ મહિલાને પીડા શરૂ થાય એ માટે ખૂબ ચાલવાનું કહેતી.જોકે બ્રાઝિલના ડો.ફર્નાન્ડો ગ્યુડિસ કુન્હા નામના ડોકટરનો ડિલિવરી કરાવવાનો તરીકો અજબ છે. તેઓ પૂરા મહિના જઇ રહ્યા હોય એવી મહિલાઓને સરળતાથી અને ઓછી પીડા  સાથે જલદી ડિલિવરી થાય એ માટે ડાન્સ કરાવે છે. આ માટે મહિલાઓને હોસ્પિટલમાં દાખલ થઇને ઓપરેશન થિયેટરના કપડાં પહેરાવીને તૈયાર કરવામાં આવે છે. એ પછી તેમને સ્ટ્રેચર પર સુવાડી દેવાને બદલે આ ડોકટર તેમની સાથે ડાન્સ કરે છે. એકદમ હળવી અને છતાં કેટલીક ચોક્કસ ડાન્સ મૂવમેન્ટ દ્વારા બાળકને નીચે આવવામાં તેમ જ લેબર-પેઇન શરૂ થવામાં સરળતા રહે છે. મેડિકલ સાયન્સના અંદાજ મુજબ પ્રસવની પીડા સરેરાશ આઠ કલાકની હોય છે, પરંતુ આ ડાન્સ કરવાથી લેબર-પેઇન ઇન્ડ્યુસ કરવા માટે કોઇ દવા કે ઇન્જેકશન્સ લેવા પડતાં નથી અને બાળકની ડિલિવરી સરળતાથી થઇ જાય છે. આ જ કારણોસર હવે ડો. ફર્નાન્ડોને ડાન્સિંગ ડોકટર તરીકે બધા ઓળખે છે. ડાન્સ કરાવીને ડિલિવરી કરવાની તેમની આ પદ્ધતિ સાયન્ટિફિકલી પણ અકસીર પુરવાર થઇ છે. મેડિકલ સાયન્સ કહે છે કે ડાન્સ, વોક, બોલ સાથેની એકસરસાઇઝ અને ઊભડક બેસવાના મૂવ્સ કરવાથી લેબર-પેઇન શરૂ થાય છે અને ડાન્સ કરવાથી મન-બોડી હળવાશ અનુભવતા હોવાથી બાળકની મૂવમેન્ટ ઇઝી થઇ જાય છે. ડોકટરે તાજેતરમાં પોતાના દર્દીઓ સાથેના ડાન્સ-વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂકયા છે અને ચોતરફથી તેમને વાહવાહી મળી રહી છે.

(3:47 pm IST)