Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

માછલી ખાવાના શોખીન ભાઇના પેટમાંથી સાડા પાંચ ફુટ લાંબો કૃમિ નીકળ્યો

ન્યુયોર્ક તા. રરઃ અમેરિકાના કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો શહેરમાં ૩૦ વર્ષનો એક યુવક હોસ્પિટલમાં હાંફળો-ફાંફળો ઇમર્જન્સી રૂમમાં દાખલ થયો. વાત એમ હતી કે તેને ડાયેરિયા થયેલા અને પેટમાં ખૂબ વીંટ આવતી હતી. પેટમાં ચૂંક સાથે તે ટોઇલેટમાં ગયો ત્યારે તેને ગુ઼દામાંથી સફેદ રંગનું કશુંક ચીકણું-ચીકણું બહાર આવતું જણાયું. આ પહેલાં તેને અતિશય જુલાબ થઇ ચૂકયા હતા અને સાથે લોહી પણ પડી રહ્યું હતું. તેણે હાથેથી એ ચીકણી ચીજ ખેંચી જોઇ તો એ વધુને વધુ બહાર નીકળી જ રહી હતી. તેને લાગ્યું કે કદાચ તેનું આંતરડું બહાર આવી રહ્યું છે એટલે તે તરત જ એને ટોઇલેટ પેપરના કાર્ડબોર્ડ વીંટાળીને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ઇમર્જન્સી રૂમમાં પહોંચ્યો. ફિઝિશ્યને ચેક કર્યું તો એ કૃમિ હતો. તેના પેટમાંથી ડોકટર એ કૃમિ ખેંચતા ગયા અને એ જાણે ગુંચળું ઉકેલાતું હોય એમ કૃમિ નીકળતો જ ગયો, જેની લંબાઇ લગભગ સાડાપાંચ ફુટ હતી. ડોકટરોનું માનવું છે કે તેની રોજેરોજ માછલી ખાવાની આદતને કારણે આમ થયું હશે.

(3:45 pm IST)