Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વીક-એન્ડમાં લાંબી ઊંઘ શરીર માટે ઉપયોગી

નવી દિલ્હી તા. રર :.. આજકાલ સ્પર્ધાત્મક લાઇફમાં લોકોને સરખી ઊંઘ મળતી નથી, પણ સાયન્ટિસ્ટોએ હવે શોધી કાઢયું છે કે જે લોકોને અઠવાડીયા દરમ્યાન પૂરતી ઊંઘ મળતી નથી તેઓ જો વીક-એન્ડમાં લાંબો સમય સુધી સૂતા રહે તો તેમને ફાયદો થાય છે. અને શરીરને જોઇતો પુરતો આરામ મળી રહે છે. અગાઉ સાયન્ટિસ્ટો એવું કહેતા હતા કે ઉંઘ કંઇ રૂપિયા ઉધાર લેવા જેવી વાત નથી. જેમ બેન્કમાંથી લોન લીધા પછી એની ચૂકવણી ન થતી હોય તો એક સાથે રૂપિયા જમા કરીને દેવામાંથી મુકત થઇ શકયા છે, પણ ઊંઘમાં એવું નથી. રોજ કમ સે કમ છે  અને વધારેમાં વધારે આઠ કલાકની ઊંઘ જરૂરી છે. પણ સ્ટોકહોમ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ ૪૩,૦૦૦ લોકો પર પ્રયોગ કરીને તારવ્યું છે કે, અઠવાડીયામાં ઊંઘ પુરી ન થઇ હોય તો તમે વીક-એન્ડમાં એનો કવોટા પુરો કરી શકો છો.

(3:53 pm IST)