Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કેન્સરના દરદીઓ હેલ્થ સાચવવા ગાર્ડનિંગ કરે

અમેરિકામાં આશરે ૧.પ કરોડ લોકો કેન્સર સામે લડીને જીવી ગયા છે. આવા લોકોના એક ગ્રુપ પર તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે કેન્સર-સર્વાઇવર ગાર્ડનિંગ કરે છે તેની હેલ્થ સારી રહે છે. ગાર્ડનિંગ કરનારા લોકો છોડને વાવવા માટે વાંકા વળતા હોય છે અને એ આરોગ્ય માટે સારૂં હોય છે. જે કેન્સર-સર્વાઇવર ગાર્ડનિંગ કરતા નથી તેમનાં શરીર સ્ટિફ થઇ જાય છે અને તેમની હેલ્થ સારી રહેતી નથી. તેમનું વજન પણ વધતું રહે છ.ે આથી અમેરિકાના ડોકટરો કેન્સર-સર્વાઇવરોને ગાર્ડનિંગનો શોખ કેળવવા માટે પ્રોત્સાહિત કરે છે.

(2:17 pm IST)