Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ચીને વેધર મોડિફિકેશન કાર્યક્રમને લંબાવી દીધો હોવાની માહિતી

નવી દિલ્હી: સમગ્ર વિશ્વને કોરોના મહામારીની ઝપેટમાં લાવ્યા પછી ચીને હવે પ્રકૃતિને પડકાર ફેંકતા તેના વેધર મોડિફિકેશન કાર્યક્રમને લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેનો વેધર મોડિફિકેશન પ્રોગ્રામ કૃષિ માટે લાભદાયક હોવાનો દાવો કરતું ચીન પ્રકૃતિ પર નિયંત્રણ મેળવવા મથી રહ્યું છે ત્યારે તેના કાર્યક્રમની આડમાં ચીન દુનિયા સાથે હવામાન યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું હોવાની અનેક હવામાન નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પડોશી દેશો સાથે સતત સંઘર્ષપૂર્ણ સંબંધોને કારણે ચીનનો કાર્યક્રમ દુનિયા માટે જોખમી સાબિત થઈ શકે છે.

       ચીને ગયા મહિને બેઈજિંગની દક્ષિણે ૩૦૦ માઈલ દૂર કૃત્રિમ વરસાદ લાવવા માટે પીક-અપ ટ્રક પરથી ૧૬ રોકેટ છોડયા હતા. સ્થાનિક વિસ્તારમાં દુષ્કાળની સમસ્યા દૂર કરવા માટે જુયે કાઉન્ટીના હવામાન વિભાગે રોકેટ છોડવાનો આદેશ આપ્યો હતો. રોકેટ છોડયાના ૨૪ કલાકમાં વિસ્તારમાં બે ઈંચથી વધુ વરસાદ પડયો હતો.

(5:41 pm IST)