Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો પ્રકાર જોવા મળતા અનેક દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન (પ્રકાર) જોવા મળ્યો છે. જેને પગલે કેનેડા, ફ્રાંસ, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, આયરલેન્ડ, ચિલી અને બુલ્ગેરિયા બાદ સાઉદી અરેબિયાએ આકરા પગલા ઉઠાવ્યાં છે. સાઉદી અરેબિયાએ અસ્થાઇ રૂપેથી પોતાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રોકી દીધી છે.

         સાઉદી ઉપરાંત જમીન અને દરયાઇ અવર-જવર પર પણ બંધ કરી દીધો છે. સરકારે છેલ્લા ત્રણ મહિનામાં યુરોપથી આવેલા તમામ લોકોને તાત્કાલિક કોરોનાની તપાસ કરવા આદેશ આપ્યાં છે. જોકે, બંધની કાર્ગો વિમાનની પર કોઇ અસર નહીં પડે. જો વાયરસનું સ્ટ્રેન ભારતમાં દેખાય તો ગણતરીના દિવસોમાં સેકંડો કોરોનો કેસ નોંધાય. એઈમ્સ કોરોના સેન્ટરના હેડ ડૉકટર રાજેશ મલ્હોત્રા મતે જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે. ત્યારતી ચાર હજાર વખત મ્યૂટેટ કરી ચુક્યો છે. અત્યાર સુધી બ્રિટનને અસ્તવ્યસ્ત કરનારી સ્ટેરન ભારતમાં આવી નથી. સાથે એઈમ્સના કોરોના સેન્ટરના હેડના મતે બ્રિટનમાં જે રીતે કેસ વધ્યા છે વાયરસની નવી સ્ટ્રેન છે કે અન્ય કંઈ તેના પર પણ રિસર્ચની જરૂરીયાત છે.

(5:38 pm IST)