Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

નશીલા ડ્રગ્સ કરતાં પણ વધુ લોકો આલ્કોહોલને કારણે મૃત્યુ પામે છે

લંડન તા. ર૧ :.. ઘણા લોકો માને છે કે અમે તો માત્ર દારૂ જ પીએ છીએ, પણ શરીર અને મગજ માટે હાનિકારક ચીજોની યાદીમાં આલ્કોહોલનું નામ મોખરે છે. બ્રિટીશ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે આલ્કોહોલથી હેરોઇન જેવા ડ્રગ કરતાં પણ શરીરને વધુ નુકસાન થાય છે. યુરોપિયન મોનિટરીંગ સેન્ટર ફોર ડ્રગ્સ એન્ડ ડ્રગ એડિકશન એકસપર્ટસે હેરોઇન અને કોકેનને સૌથી હાર્મફુલ ડ્રગ્સની યાદીમાં બીજા અને ત્રીજા નંબરે રાખ્યા છે. બ્રિટીશ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે આલ્કોહોલ અને તમાકુનું સેવન કરવું ગેરકાનૂની ન હોવાથી વ્યકિત બેફામપણે આ ચીજોનું સેવન કરે છે જેને કારણે તેના શરીરમાં લાંબા ગાળે એટલી ખરાબ અસર થાય છે જેને સુધારી શકાય એવી નથી રહેતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અંદાજ મુજબ દર વર્ષે આશરે પચીસ લાખ લોકો દારૂના  સેવનને કારણે હાર્ટ અથવા લીવર - ડીસીઝ, રોડ-એકિસડન્ટસ, સુસાઇડ તથા કેન્સરનો ભોગ બને છે અને મૃત્યુ પામે છે. મૃત્યુ અને શારીરિક-માનસીક અક્ષમતા માટે જવાબદાર ત્રીજું મોટું કારણ આલ્કોહોલનું સેવન છે.

(11:34 am IST)