Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

૧૯.ર૧ લાખમાં વાઇનની એક બોટલ ખરીદો ?

લંડન તા. ર૧ :.. સ્પેનના લા મન્ચા ટાઉનના એક નાનકડા યાર્ડમાં ઓરમરેડ ગોલ્ડ વાઇન બનાવવામાં આવે છે જે ઓઝોન થેરપીની વિશિષ્ટ પધ્ધિતીથી તૈયાર થાય છે અને ૧૦૦ વર્ષથી વધુ જૂનો હોવાનો દાવો થાય છે. અલબત્ત, એની કિંમત આંખો પહોળી કરી દે એવી છે. એક બોટલના ૩૦,૦૦૦ અમેરિકન ડોલર એટલે કે ૧૯.ર૧ લાખ રૂપિયામાં એ વેચાવા નિકળ્યો છે અને વિશ્વનો સૌથી મોંઘો વાઇન ગણાય છે. નવાઇની વાત તો એ છે કે આ વાઇન કેન્સર, એઇડસ, મલ્ટિપલ સ્કલેરોસિસ અને એના જેવા અસાધ્ય રોગોની સારવારમાં દવા તરીકે વપરાતો હોવાનો દાવો થાય છે. હિસારિયો ગાર્સિયા નામના ભાઇએ પહેલી વાર ઓઝોન થેરપીમાંથી પસાર થયેલું પાણી વાપરીને વાઇન તૈયાર કરવાનો પ્રયોગ કર્યો છે. એમાં મેડિકલ ગ્રેડનો ઓઝોન વાયુ વપરાયો છે, જે પ્યોર ઓકિસજનનું હાઇલી રીએકિટવ ફોર્મ છે. (પ-૧)

(11:34 am IST)