Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

1070 ફૂટ ઉપર આવેલ છે આ વિશ્વની સૌથી ઊંચી લિફ્ટ

નવી દિલ્હી: ચીનના ઝેન્ગજિયાજિયે વિસ્તારમાં આવેલા એક પર્વત ઉપર દુનિયાની સૌથી વધુ ઉંચાઈએ આવેલી આઉટ ડોલ લિફ્ટ બનાવવાનો રેકોર્ડ સ્થાપિત કરાયો છે. આ લિફ્ટ ક્લિફની બહારની બાજુએ છે જેથી લિફ્ટ જ્યારે પર્વતની ટોચ ઉપર જાય ત્યારે બહારના વ્યૂ લોકોને જોવા મળે છે. અહીંયા ત્રણ ડબલ ડેકર લિફ્ટ સેટ કરવામાં આવી છે. આ લિફ્ટ માત્ર ૮૮ સેકન્ડમાં જ ૧,૦૭૦ ફૂટની ઊંચાઈએ આવેલા પર્વતની ટોચ સુધી પહોંચાડી દે છે. ૨૦૦૯માં આવેલી અવતાર ફિલ્મની થીમ ઉપર જ અહીંયા ટેરેસ બનાવવામાં આવ્યું છે. ડોમેસ્ટિક ટૂરિઝમનું આ સૌથી મોટું એટ્રેક્શન છે. જાણકારોના મતે આ લિફ્ટ અને આ માળખું ત્રણ જેટલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ લિફ્ટ દુનિયાની સૌથી ઊંચાઈએ આવેલી આઉટડોર લિફ્ટ છે. તે ઉપરાંત દુનિયાની સૌથી ઊંચાઈએ આવેલી સૌથી લાંબી ડબલ ડેકર લિફ્ટ છે. તે ઉપરાંત દુનિયાની સૌથી વધુ ઊંચાઈએ સૌથી ઝડપથી લઈ જતી લિફ્ટનો રેકોર્ડ પણ તેના નામે જ છે. આ ટૂરિસ્ટ પ્લેસની મુલાકાત લેવા માટે હાલમાં હજારો લોકો આવે છે. અહીંયા એક વ્યક્તિની ટિકિટ ૧૯ ડોલર છે. તેમાં રિટર્ન ટિકિટનો પણ સમાવેશ થાય છે. અહીંયા હાલમાં દરરોજ ૮,૦૦૦ પ્રવાસીઓ લિફ્ટનો ઉપયોગ કરે છે. કોરોના મહામારી પહેલાં આ આંકડો ૧૪,૦૦૦ હતો. જાણકારોના મતે આ સમગ્ર માળખું ૧૩.૭ મિલિયન ડોલરના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં આ લિફ્ટમાં એક સાથે ૫૦ પ્રવાસીઓ બેસી શકે છે. આ લિફ્ટ બનાવવાની શરૂઆત ૧૯૯૯માં કરવામાં આવી હતી. ૨૦૦૩થી આ લિફ્ટનો ટૂરિસ્ટ સ્પોટ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કરાઈ હતી.

(5:39 pm IST)