Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અલેપ્પોના રહેણાંક વિસ્તારને નિશાન બનાવીને આતંકવાદી હુમલો કરવામાં આવ્યો

નવી દિલ્હી: હયાત તહરિર અલ-શમ સમૂહના આતંકવાદીઓએ સીરિયાના ઉત્તર -પશ્ચિમી શહેર અલેપ્પોના એક રહેણાંક વિસ્તારને નિશાન બનાવી આતંકવાદી હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

              એક સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સીરિયાના સશસ્ત્રબળોએ પણ આતંકવાદીઓ દ્વારા થયેલ આ હુમલાનો કરારો જવાબ આપ્યો છે. આ હુમલો રહેણાંક બિલ્ડિંગને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો હજુ સુધી કોઈ પણ વ્યક્તિના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:46 pm IST)