Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પાંચ ભારતીય નાગરિકોને અમેરિકી બોર્ડર પર પકડવામાં આવ્યા: ગેરકાનૂની રીતે પ્રવેશ કરવાની ઘટના

નવી દિલ્હી: અમેરિકામાં ગેરકાનૂની રીતે પ્રવેશ કરવાના આરોપસર અમેરિકી પોલીસ અધિકારીઓએ પાંચ ભારતીયોની ધરપકડ કરી છે.ન્યુયોર્કના ઓગડેસબર્ગ બોર્ડર પેટ્રોલ સ્ટેશનમાં આવેલ અમેરિકી બોર્ડર પેટ્રોલ એજન્ટોએ 15 નવેંબરના રોજ 5 ભારતીયો અને એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી હતી.

                        આ લોકોએ એ તસ્કરોને અસ્થાયી રીતે પકડ્યા હતા અને પોલીસ સ્ટેશનની બહાર તે એક વાહનમાંથી પસાર થઇ રહ્યા હતા. આ વાહનને અમેરિકી નાગરિક ચલાવી રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:43 pm IST)