Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અંતરિક્ષને લઈને વૈજ્ઞાનિકોએ કર્યો અનોખો ખુલાસો: અંતરિક્ષમાં મળી આવ્યા ખાંડના કણ

નવી દિલ્હી:ખોરાકમાં મીઠાસ લાવતી ખાંડ રોજીંદા વપરાશની મહત્વની વસ્તુ છે. શેરડીમાંથી ખાંડ બનાવવામાં આવે છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે અંતરિક્ષમાં બનતી છે તો ? આ વાત વૈજ્ઞાનિકોએ કહી છે.

જાપાનની એક યૂનિવર્સિટીના પ્રોફેસર યોશિહિરો ફુરુકાવા અને તેના સહકર્મીઓએ આ રિસર્ચ કરી છે. તેમાં પૃથ્વી બહારથી આવેલા નમૂનાનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં વૈજ્ઞાનિકોને ખાંડના કણ મળ્યા છે. તેમનું માનવું છે કે આ ખાંડ અંતરિક્ષમાં જ બની છે. આ પરિક્ષમાં એમીનો એસિડ અને અન્ય જૈવિક મૂળભૂત કણોનું પરિક્ષણ કર્યું. તેમણે કણોથી બનેલા 3 કાર્બનમય ધૂમકેતુનું પણ અધ્યયન પણ કર્યું છે. જેમાં મુર્ચિસન ધૂમકેતુનો પણ સમાવેશ થાય છે જે ઓસ્ટ્રેલિયામાં પડ્યો હતો.

(5:42 pm IST)