Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

વર્ષો કેદમાં રહી સાવકી દીકરી, પિતાના જ ૮ બાળકોને આપ્યો જન્મ

ન્યુયોર્ક, તા.૨૧: તે છોકરી માત્ર ૧૧ વર્ષની હતી, જયારે તેના સાવકા પિતાએ તેનું અપહરણ કરીને તેને વર્ષો સુધી કેદમાં રાખી. આ વર્ષો દરમિયાન સાવકા પિતાએ દીકરીને મજબૂર કરી કે તે તેના ૮ બાળકોને જન્મ આપે. કેદમાંથી ભાગ્યાના ૩ વર્ષ બાદ હવે તે છોકરીએ પોતાની સ્ટોરી સાર્વજનિક કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકી ટીવી શો ઝ્રશ્વ. બ્દ્ય લ્ત્ર્ંરૂમાં છોકરીનું ઈન્ટરવ્યૂ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, પીડિતાની માતાને તકલીફ પહોંચાડવાના ઈરાદા સાથે સાવકા પિતાએ ૧૯૯૭માં તેનું અપહરણ કર્યું હતું. અમેરિકાના ઓકલાહોમાં રહેતી છોકરીનું અપહરણ કરીને તેને મેકિસકો લાવવામાં આવી. જયાં, તેના સાવકા પિતાએ બળજબરીપૂર્વક છોકરી સાથે લગ્ન કરી લીધા, પછી તેની સાથે શરીર સંબંધ બનાવ્યા અને ૮ બાળકો પેદા કર્યા. આ દરમિયાન તેને એક ટેન્ટમાં રાખવામાં આવી હતી, જેથી અધિકારીઓની નજર તેના પર ના પડે.

૨૦૧૬માં છોકરી પોતાના બાળકોની સાથે ભાગીને અમેરિકન એમ્બેસી પહોંચી ગઈ હતી. ભાગવા દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ તેની મદદ કરી હતી. આ વર્ષે સાવકા પિતાને અપહરણ માટે કોર્ટે દોષી જાહેર કર્યો છે. બળાત્કારના મામલામાં હજુ કોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે.

જણાવી દઈએ કે, આવો જ એક મામલો ઓસ્ટ્રિયામાં પણ સામે આવ્યો હતો. જયાં એક વ્યકિતએ પોતાની જ સગી દીકરીને લાંબા સમય સુધી ગોંધી રાખી હતી. ૨૪ વર્ષ દરમિયાન તેણે ૭ બાળકોને પણ જન્મ આપ્યો હતો.

(11:35 am IST)