Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ટીનેજરની અંતિમ યાત્રા માટે વોશિંગ્ટનમાં હજારો સ્પોર્ટ્સ કારો ઊમટી

વોશિંગ્ટન તા ૨૧  : વોશિંગ્ટનનો રહેવાસી૧૪ વર્ષનો એલેક ઇન્ગ્રામ ચાર વર્ષ કેન્સર સામે લડયા પછી ૭ નવેમ્બરે મૃત્યુ પામ્યો. તેની છેલ્લી ઇચ્છા સ્પોટર્સ કારમાં અંતિમ યાત્રા કાઢવાની હતી. ડોકટરોએ૨૦૧૫માં એલેકને હાડકાના કેન્સરના પ્રકારોમાં ભાગ્યેજ જોવા મળતું ઓસ્ટિયોસકોમાં નામનું કેન્સર થયું હોવાનું નિદાન કર્યુ હતું. ગયા રવિવારે એલેક મૃત્યુ પામ્યો ત્યાર પછી થોડા વખતમાં સિકસ કલેગ્સ સેન્ટર લુઇસ પાર્કિગ પ્લોટમાં ૨૧૦૦ સ્પોર્ટ્સ કાર અને ૭૦ મોટરસાઇકલો ભેગી થઇને વોશિંગ્ટન ભણી રવાના થઇ હતી. સ્પોર્ટ્સ કારના જબ્બર ચાહક મેલેકની અંતિમ ઇચ્છા પુરી કરવા હજારો લોકોએ સહયોગ આપ્યો હતો. 'સિડની સોલ્જર્સ' નામની સંસ્થાએ વિશેષરૂપે 'સ્પોર્ટ્સ કાર્સ ફોર એલેક' નામે ઇવેન્ટ યોજી હતી.

સિડની નામની બાળકી આઠ વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા પછી તેની મમ્મી ડાના ક્રિશ્ચયન મેનલીએ 'સિડની સોલ્જર્સ' નામની સંસ્થા સ્થાપી હતી. એલેકને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું એના બે મહિના પહેલા સિડનીને કેન્સરની બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું. 'સિડની સોલ્જર્સ' તરફથી હાકલ કરાયા પછી કેન્સરના દરદીઓના પરિવારો એકજુટ થઇ ગયા હતા. 'સિડની સોલ્જર્સ' સંસ્થા અસાધ્ય બીમારીને કારણે મૃત્યુની રાહ જોતા બાળકોની અંતિમ ઇચ્છાની માહીતી સંબંધિત પરિવારોને પહોંચાડે છે. આ ડાના ક્રિશ્ચિયન મેનલી અને સંસ્થાના અન્ય કાર્યકરોએ એલેકને ઘરે જઇને તેની અધુરી ઇચ્છા વિશે પુછયું હતું. એલેકના પરિવારે તેની સ્પોર્ટ્સની કારની ચાહના અને એમાં અંતિમ યાત્રા કાઢવાની ઇચ્છા જણાવી હતી.

ડાના કિશ્ચિયન મેનલીએ વોશિંગ્ટનના ઇમેન્યુઅલ લુથરન ચર્ચ આતે સ્પોર્ટ્સ તથા બીજી એકઝોટિવ કારોની વ્યવસ્થા કરી હતી. એમાંની કેટલીક કારો તો તેના માલિકો અમેરિકાના બીજા છેડાનાં રાજયોમાંથી ડ્રાઇવ કરીને લાવ્યા હતા. છેક કેલિફોર્નીયા, ઇન્ડિયાના, મિશીગન, ફલોરિડા અને ન્યુ યોર્કથી ડ્રાઇવ કરીને મિસુરી સ્ટેટના વોશિંગ્ટન સુધી પહોચ્યા હતા. બે કલાક સુધી વોશિંગ્ટન શહેરમાં સ્પો્ટર્સ કારોની કતાર લાગી હતી અને શહેર અડધું બંધ હતું સર્વત્ર 'એલેકસ ફયુનરલ'ની ચર્ચા હતી. ડાના ક્રિશ્ચિયન મેનલીની દીકરી સિડનીની અંતિમ ઇચ્છા પુરી કરવા માટે ૩૫૦૦ મોટરસાઇકલ્સનો એસ્કોર્ટ યોજવામાં આવ્યો હતો. એ મોટરસાઇકલ્સની યાત્રા નિહાળીને એલેક ખુબ ખુશ થયો હતો.

(11:21 am IST)