Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આરબ દેશના કુટુંબે સતત ૧પ૩ દિવસ પરિશ્રમ કરીને રચ્યો હસ્તલિખિત બાઇબલનો વિશ્વ વિક્રમ

દુબઇ તા. ર૧ : સંયુકત આરબ અમીરાતના એક પરિવારે સતત ૧પ૩ દિવસ પરિશ્રમ કરીને વિશ્વનું સૌથી મોટું હસ્તલિખિત બાઇબલ (લગભગ ૧પ૦૦ પાનાં)ની રચવાનો વિક્રમ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યો હતો. મનોજ વર્ગીંઝ, તેની પત્ની સુસાન, દીકરો કરૂણ અને દીકરી કૃપાએ વારાફરતી બાઇબલનાં પાનાંની વિગતો એ-વન સાઇઝના કાગળ પર ઉતારતાં હતા., બાઇબલનાં પાનાં કોપી કરવાની પ્રવૃતિ રોજ ૧ર થી ૧પ કલાક ચાલતી હતી. ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધવાની પૂર્વશરત રૂપે સર્વેયર-ગ્રાફોલોજિસ્ટ પાસે પુસ્તક તપાસાવ્યું હતું.

(9:44 am IST)