Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મૃત વ્હેલના શરીરમાંથી 80 પ્લાસ્ટિક બેગ મળી આવી

નવી દિલ્હી: આજના સમયમાં પ્લાસ્ટિક પ્રદુષણ કોઈ પણ દેશ માટે જ નહીં પરંતુ બધા દેશ માટે એક મોટી સમસ્યા બનીને રહી ગઈ છે.ઈંડોનેશિયાના સુલાવેસી પ્રાંતમાં કપોટા  વોટર્સમાં એક મૃત વ્હેલ માછલી મળી આવી છે જેના પેટમાંથી લગભગ પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો છે 31 ફૂટ લાંબી આ વ્હેલની બોડીમાં લગભગ 1000 વધારે પ્લાસ્ટિકના ટુકડા જોવા મળી રહ્યા હતા હજુ સુધી તેના મોત અંગેનું કારણ જાણવામાં આવી રહ્યું નથી તેની લાશ એ પ્રકારે સડી ગઈ હતી કે તેને દફનાવી દેવામાં આવી છે તેના મૃત શરીરમાંથી 80 પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી.

(5:06 pm IST)