Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમેરિકાએ પાકિસ્તાનને 1.66 અબજ ડોલરની મદદ અટકાવી

નવી દિલ્હી:રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાલુ વર્ષે જે પ્રમાણે સંકેતો આપ્યા હતાં, હવે તે પ્રમાણે થતું જોવા મળી રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને અપાનારી 1.66 અબજ ડોલરની સંરક્ષણ સહાય પર રોક લગાવી છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રોબ મેનિંગે મંગળવારે ઈમેઈલ દ્વારા મોકલવામાં આવેલા સવાલોના જવાબમાં કહ્યું કે "પાકિસ્તાનને અપાનારી 1.66 અબજ ડોલરની સંરક્ષણ મદદ પર રોક લગાવવામાં આવી છે." આ અંગે વધુ કોઈ જાણકારી અપાઈ નથી.

પાકિસ્તાનથી હતાશ છે અમેરિકા ઓબામા પ્રશાસન સમયે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મધ્ય એશિયા માટે ઉપસહાયક સંરક્ષણ મંજ્ઞી તરીકે કામ કરી ચૂકેલા ડેવિડ સિડનીનું કહેવું છે કે પાકિસ્તાનને અપાનારી આ સૈન્ય સહાયતાને ચાલુ વર્ષ જાન્યુઆરીથી રોકવામાં આવી તે અમેરિકી હતાશાનો સંકેત છે. તેમણે કહ્યું કે પરંતુ હજુ સુધી પાકિસ્તાને અમેરિકાની મુખ્ય ચિંતાઓના નિરાકરણ માટે કોઈ પગલું ભર્યુ નથી. મુખ્ય ચિંતા એ છે કે "પાકિસ્તાન પોતાના પાડોશીઓ વિરુદ્ધ હિંસાનો ઉપયોગ કરતા સમૂહોને સહન કરે છે અને તેમને છાશવારે પ્રોત્સાહન આપે છે."

(5:06 pm IST)